વિકાસશીલ ભણતર અને વર્તમાન સ્થિતિ

વિકાસશીલ  ભણતરની સીધી અસર અને હેતુ છે બાળકમાં સ્વતંત્ર વિચારનું પતન કરવું. બાળકને બને તેટલા ઓછા વિષયો ભણાવવામાં આવે છે, અથવાતો ઘણા બધા સદંત બીન જરૂરી વિષયો ફરજીયાત ભણવા પડે છે. જેને કારણે તેમની સ્વતંત્ર વિચાર શક્તિ યા તો રિઝનિંગ પાવરનો વિકાસ અટકી જાય છે.

સબ્જેક્ટીવ ગ્રેડીંગના નામથી ઓળખાતી પદ્ધતિ શિક્ષણપ્રણાલીનો અભિશાપ છે. ગાંડપણની જેમ સમાનતાનો આગ્રહ કરવામાં આવે છે. ગ્રેડીંગ પદ્ધતિના આધુનિકરણ રૂપે ગમે તે થાય વિ દ્યાર્થિને પ્રાથમિક અને માધ્યમિક ધોરણોમાં નાપાસ ન કરવાની નીતિએ હવે શિક્ષકોને ભણાવવામાંથી મુક્તિ આપી દીધી છે. વાસ્તવમાં તો ગ્રેડની પદ્ધતિના સ્થાને દરેક વ્યક્તિગત વિદ્યાર્થીઓને તેમના મનવિચારોને અનુકૂળ અભ્યાસની છૂટ આપાવી જોઈએ.

દરેક વિદ્યાર્થીને ગ્રુપમાં રહેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો તે સ્વયં સત્યની શોધ કરવા માગે તો તેને ના પાડવામાં આવે છે. આમ વિદ્યાર્થીઓને કોઈ પણ બાબત કે ઘટનાના મૂળ સુધી પહોંચવાનાં સ્થાને બહુમતને જ સત્ય માન લેવાની શિખામણ આપવામાં આવે છે. આવી પદ્ધતિનો અસર દરેક વર્ગના તથા વિદ્યાર્થીના વર્તનમાં પણ દેખાય છે.

ઈતિહાસ જોતાં એક વાત તો સ્પષ્ટ છે કે કોઈપણ શિક્ષણપ્રણાલી નબળાને વધુ સારી રીતે ભણાવવા માટે કોઈ ઉપાય બતાવતું નથી. જોકે કેટલાક જાણકાર સલાહ આપે છે કે નબળા બાળકો માટે શિક્ષણ પદ્ધતિએ પણ જરૂર પડે તો નબળાં બનવું જોઈએ. અર્થાત્ ધીમે ધીમે ગ્રેડિંગની પદ્ધતિનો ત્યાગ કરવો.

આ નવી પદ્ધતિનો હેતુ છે વ્યક્તિની વિચાર સ્વતંત્રતા પર તરાપ મારી તેને જબરદસ્તી આ ફરજિયાત શિક્ષણ પદ્ધતિનું અંગ બનાવવું.

This entry was posted on Wednesday, March 2nd, 2011 at 5:09 am and is filed under શિક્ષણ. You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

Leave a Reply

You must be logged in to post a comment.

 

Powered By Indic IME